ખોખડદળ નદી પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો: એકનું મોત, એક ઘાયલ

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર સુપેડી ગામમાં રહેતો નિરવ રાજેશભાઇ કુબાવત નામનો યુવાન કુવાડવા મધ્યે આવેલી કંપનીમાં નોકરી કરતો હોવાથી સોમવારે સવારે તે બાઇક લઇને નોકરીએ જવા માટે નીકળ્યો હતો. ગોંડલ રોડ ચોકડીએ પહોંચતા કંપનીમાં સાથે નોકરી કરતા નવાગામના અજય વિનોદભાઇ સરવૈયાને બાઇકમાં બેસાડી બંને કુવાડવા જવા માટે નીકળ્યા હતા. આ સમય દરમિયાન ખોખડદળ નદીના પુલ પર પહોંચતા પૂરપાટે ધસી આવેલી ટ્રકે બાઇકને અડફેટે લેતા બંને યુવાન બાઇક પરથી રોડ પર પટકાઈ ગયા હતા અકસ્માતમાં ઘવાયેલા બંને યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નિરવને સારવાર નસીબ થાય તે પૂર્વે જ તેનું મોત નીપજયું હતું.

તોઅજયને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ આજી ડેમ પોલીસને થતા હોસ્પિટલ દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્ત અજયની ફરિયાદ પરથી અકસ્માત કરનાર ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.