મછેલાઇમાં એલસીબીએ બોલેરામાંથી દારૂની 816 બોટલો સાથે 1ને ઝડપી પાડ્યો, ગાડીચાલક ફરાર

દાહોદ જિલ્લામાં સુચના અનુસાર એલ.સી.બી. પી.આઇ. એમ.કે.ખાંટની સુચનામાં એલ.સી.બી. સ્ટાફના મનહરભાઇ રાધુભાઇ, હીરેન્દ્રસિંહ પ્રવીણભાઇ, દિનેશભા મોહનભાઇ સહિતના રણધીકપુર પોલીસ વિસ્તારમાં દારૂ અંગેની પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન નંબર વિનાની બોલેરો ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરી નાનીવાવથી મછેલાઇ ગામમાં રહેતા દિલીપ બળવંત લુહારના ઘરે ઉતારવાના હોવાની બાતમી મળતા એલ.સી.બી.ની ટીમ મછેલાઇ ગામમાં વળાંકમાં વોચમાં હતી.
આદરમિયાન બાતમી અનુસારની બોલેરો ગાડી આવતાં પોલીસે ગાડી આડી કરતાં બોલેરોના ચાલકે ગાડી થોડે દૂર ઉભી રાખી ચાલક સીંગવડ તાલુકાના પહાડ ગામનો જશવંત ઉર્ફે કટાલો માનસીંગ હઠીલા ભાગી ગયો હતો. જ્યારે તેની સાથેના લીમખેડા તાલુકાના મોટીવાવ ગામનો નરેશ રમણ ગણાવાને પકડી પાડવામાં આવ્યો હતો. ગાડીમાં તપાસ કરવામાં આવતા રૂ.1,05,120 રૂપિયાની ઇંગ્લિશ દારૂની 24 બોટલો જેમાં 816 બોટલો મળી આવી હતી. આ સમગ્ર જથ્થો તથા 2 લાખની બોલેરો અને 5,000 રૂપિયાનો એક મોબાઇલ મળી કુલ 3,10,120 રૂપિાયનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ અંગે એલ.સી.બી.ના મનહરભાઇ રાધુભાઇએ નરેશ રમણ ગણાવા, જશવંત ઉર્ફે કટાળો માનસીં હઠીલા તથા દીલીપ બળવંત લુહાર સામે રંધીકપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.