જૂના કટારીયા પાટિયા નજીક ટેન્કર પલટી જતા 6 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો, સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ

copy image

આજે સવારે 3.30ના સમયગાળામાં જુના કટારીયા પાટિયા પાસે મોરબી તરફ જતું એક ટ્રેલર અકસ્માતે પલટી મારી ગયું હતું. જેથી સવારના 10 વાગ્યા સુધી બંને તરફના માર્ગે 5 થી 6 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો. ટ્રાફિકજામના લીધે અનેક વાહનો અટવાઇ ગયા હતા હતા. બાદમાં સુરજબારી ટોળગેટના સ્ટાફ અને સામખીયાળી પોલીસ દ્વારા ક્રેનની મદદથી ટ્રેલરને સીધું કરી દેવાતા ટ્રેલરે ફરી રફતાર પકડી હતી.

મળતી માહિતી અનુસાર સામખીયાળીથી સુરજબારી વચ્ચેના જુના કટારીયા નજીક આજે વહેલી પરોઢે 3.30 વાગ્યાના સમયગાળા દરમિયાન ગાંધીધામ તરફથી તેલ ભરીને મોરબી બાજુ જતું એક ટ્રેલર અકસ્માતે માર્ગ વચ્ચે પલટી મારી ગયું હતું. બાદમાં સવારે 7.30ના આસપાસ ક્રેનની મદદથી ટ્રેલરને સીધું કરી દેવાતા ટ્રેલરે રફતાર પકડી હતી અને ફરી માર્ગ પર ફરી વાહનો દોડતા થયા હતા. સદભાગ્યે આ ઘટનામાં કોઈને ઇજા થઈ નહિ. પરંતુ અટવાઇ ગયેલા વાહન ચાલકોને નિયત સ્થળે સમયસર પહોંચી ના શકતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.