હિંમતનગરમાં SOGની ટીમે છેતરપીંડીના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરાઈ રહી છે આ દરમિયાન SOGએ હિંમતનગર એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને બેરણા રોડ પરથી પકડી પાડી જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર ચુંટણીને લઈને જીલ્લા પોલીસ વડાની સુચના અનુસાર SOGના PSI કે. બી. ખાંટ સ્ટાફના કિરીટસિંહ, ભાવેશકુમાર, નિકુંજકુમાર, મયુરધ્વજસિંહ અને રોહિતકુમાર સહિતની ટીમ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી આ દરમિયાન કોન્સ્ટેબલ ભાવેશકુમાર, પશા અને નિરજકુમાર, નરસિંહને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે હિંમતનગર એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી નાસતો ફરતો આરોપી અલ્પેશ ઉર્ફે અપૂર્વ દેવા પટેલ બેરણાનો રહેવાસી બળવંતપુરા ફાટક નજીક આવતા બેરણા રોડ પર રહ્યો હોવાની બાતમીના આધારે તેની અટકાયત કરાઇ હતી. આરોપને હિંમતનગર એ-ડિવીઝન પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યો હતો.