દહેગામની ઝાક જીઆઈડીસીમાં પોલીસે રેડ પાડી જુગાર રમતાં આઠ શખ્સોને ઝડપી પાડ્યા

દહેગામની ઝાક જીઆઈડીસી વિસ્તારમાં આવેલ આશુતોષ એસ્ટેટમાં ગણેશ ફાઉન્ડ્રી નામની કાસ્ટીંગની ફેકટરીની આગળના ભાગમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા આઠ જુગારીઓને પોલીસે રેડ પાડીને રંગેહાથ પકડી લીધા હતા. પોલીસે રૂ. 21 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર પોલીસની ટીમ દહેગામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી એ દરમિયાન બાતમી મળી હતી કે, ઝાક જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ આશુતોષ એસ્ટેટમાં ગણેશ ફાઉન્ડ્રી નામની કાસ્ટીંગની ફેકટરીની આગળના ભાગમાં ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે દરોડો પાડયો હતો.
આઠ શખ્સો કુંડાળું વળીને જુગાર રમતાં રંગેહાથ પકડાઈ ગયા હતા. જેઓની પૂછપરછ કરતાં તેમણે પોતાના નામ જયંતીભાઇ કાળીદાસ સોલંકી (રહે. વહેલાલ, વણકરવાસ તા.દસકોઇ), રાકેશકુમાર રાજારામ પ્રજાપતિ (રહે, ચેતનગર ભાર્ગવ રોડ મેમકો), સુનીલકુમાર બિરેન્દ્રસિંહ રાજપુન (રહે. હાલ ઝાંક જીઆઇડીસી), મનતોષકુમાર પ્રભુરામ કેશરી (રહે.ઝાંક જી.આઇ. ડી. સી આશુતોષ એસ્ટેટ), મનોજમાર રાજેશ્વર સાહ (રહે. ઝાંકે જી.આઇ.ડી.સી. ઉમા મેટલ કંપનીની ઓરડી), દેવીસિંહ રામર્સીંગ જાટવ(રહે,બજરંગ આશ્રમ, કૃષ્ણનગર), સાહીલ બેલાજી ઠાકોર (રહે. ઝાંક,રામજી મંદીરની પાછળ) અને અવિનાશ ગણપતભાઇ પંચાલ (રહે.નટરાજ સોસાયટી, સેજપુર) હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આ શખ્સોની અંગ ઝડતી અને દાવ પરથી રોકડ રકમ, ચાર મોબાઈલ અને જુગારનું સાહિત્ય મળીને કુલ રૂ. 21 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.