અંજારમાં યુવતીની છેડતી કરનાર આરોપીની પોલીસે અટક કરી

અંજારના અજેપાળા ચોક વિસ્તારમાં કોલેજમાં ભણતી યુવતીની છેડતી કરતા એક ઈસમની પોલીસે અટક કરી હતી. પોલીસના સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ જણાવ્યુ હતું કે, અંજારની એક યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે. આ યુવતીને અજેપાલ ચોક વિસ્તારમાં રહેનારો આશિષ જયસુખ ગોસ્વામી નામનો ઈસમ હેરાન-પરેશાન કરતો હતો. યુવતી સાથે જ કોલેજ કરતો આ ઈસમ યુવતીની આગળ-પાછળ આટા મારી પોતાનાથી મિત્રતા બાંધવા કહેતો હતો. જે બાબતે યુવતીએ પોતાના પરિવારજનોને કહેતા ઇસમને યુવતીના કુટુબીજનો ઠપકો આપવા ગયા હતા. તે અંગે આ ઈસમે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઇસમની ધડપકડ કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *