RBI ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની RBIને સલાહ
RBI ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની RBIને સલાહ જાણવા મળતી વિગત અનુસાર ભારતીય રિઝર્વ બેંક (RBI) અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવિધ મુદ્દાઓને લઈ ચાલી રહેલા મતભેદ વચ્ચે આરબીઆઈના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને મહત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં આરબીઆઈની ભૂમિકા નવજોત સિંહ સિદ્ધુની જેમ નિવેદનબાજી કરનારી નહીં પરંતુ રાહુલ દ્રવિડની જેમ ધીર ગંભીર ફેંસલા લેવાની હોવી જોઈએ. રાજને કહ્યું કે, રિઝર્વ બેંકની સ્વતંત્રતાને જાળવી રાખવી દેશના હિતમાં છે અને આમ કરવું દેશની પરંપરા રહી છે. આરબીઆઈના વર્તમાન ગવર્નર ઉર્જિત પટેલે સપ્ટેમ્બર 2016માં રઘુરામ રાજન પાસેથી કેન્દ્રીય બેંકની કમાન તેમના હાથમાં લીધી છે. કેન્દ્ર સરકાર 19 નવેમ્બરના રોજ થનારી આરબીઆઈ બોર્ડની બેઠકમાં પોતાનો મહત્વનો એજન્ડા સામે રાખીને રિઝર્વ બેંકના ગવર્નરની ભૂમિકા મર્યાદિત કરવાનો પ્રસ્તાવ રાખી શકે છે.