ભુજમાં સવા એક વર્ષ અગાઉ સરલી ગામના યુવાનની હત્યાના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને ખાસ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ છે.
જાણવા મળતી વિગતો અનુસાર અગાઉ ભુજમાં સવા એક વર્ષ અગાઉ સરલી ગામના યુવાનની હત્યાના ગુન્હામાં સંડોવાયેલ અનવર ઉર્ફે અનુભા ફકીરમામદ લાખા, ઉ.વ.૩૪, રહે.ભીડનાકા બહાર, વોરાના હજીરા પાસે, સુરલભીટ રોડ, ભુજ હાલના સંજોગોમાં જામીન મુકત થયેલ હોઇ અને નજીકના ભવિષ્યમાં ફરીથી આવા ગંભીર ગુન્હાઓમાં રચ્યો પચ્યો રહી જાહેર વ્યવસ્થાને બાધારૂપ થાય તેવી પુરેપુરી શકયતા હોઇ હાલના સંજોગોમાં જીલ્લામાં કાયદો વ્યવસ્થા સુચારૂ ચાલે અને મજકુર કોઇ પડકારરૂપ અડચણો ઉભી ન કરે તે હેતુથી શ્રી ડી.બી.વાધેલા આઇ.જી.પી. સરહદી રેન્જ ભુજ કચ્છનાઓ તથા શ્રી એમ.એસ.ભરાડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ મજકુર વિરૂધ્ધ શ્રી એમ.બી.ઓૈસુરા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજ નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષકશ્રી મારફતે કલેકટરશ્રી કચ્છ ભુજનાઓએ મોકલી આપતા જે દરખાસ્તના કારણો તથા હાલની જીલ્લાની પરીસ્થિતિ ધ્યાને લઇ કાયદો વ્યવસ્થાના હિતમાં મજકુરને પાસા ધારા હેઠળ અટકાયતમાં લેવા વોરંટ જારી કરેલ જે પાસા વોરંટ આધારે ઇ.ચા.પો.ઇન્સ.શ્રી તથા એલ.સી.બી.સ્ટાફના સભ્યો મજકુરને આજરોજ કલાક ૧૬/૦૫ વાગ્યે ભુજ ખાતે થી અટકાયતમાં લઇ તેના ઉપર પાસા વોરંટની બજવણી કરવામાં આવેલ અને વોરંટમાં જણાવેલ હુકમ મુજબ યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ મજકુરને ખાસ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ છે.