અંકલેશ્વર GIDC પોલીસે સારંગપુરની મહિલા બુટલેગરને બાથરૂમમાં છુપાવેલા ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપી

copy image
અંકલેશ્વર GIDC પોલસે સારંગપુરની મહિલા બુટલેગરે ઘરના પાછળ બનાવેલા બાથરૂમમાં છુપાવેલા ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડી હતી. પોલીસે તેની પાસેથી ઈંગ્લીશ દારૂની 76 બોટલ મળી કુલ 7600 રૂપિયા દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર GIDC પોલીસની ટીમ સારંગપુર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, આદર્શ નગર મધ્યે રહેતા મહિલા બુટલેગર અરુણા વિક્રમસિંહ રાઠવાએ મોટા પાયે ઈંગ્લીશ દારૂ લાવી વેચાણ કરી રહી છે. જેઆરથી જીઆઇડીસી પોલીસે મહિલા બુટલેગરના ઘરે રેડ પાડી હતી. જ્યાં ઘરમાં તપાસ કર્યા પછી ઘર પાછળ વાળામાં રહેલા બાથરૂમમાં તપાસ કરવામાં આવતા અંદરથી ઈંગ્લીશ દારૂની 180 એમએલની 76 બોટલ મળી આવી હતી. પોલીસે કુલ 76 બોટલ મળી 7600 રૂપિયાનો ઈંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કરી મહિલા બુટલેગર અરુણા રાઠવાની અટકાયત કરી હતી.