નડિયાદના ભુમેલ નજીક પોલીસે રૂપિયા 2.37 લાખના ઈંગ્લીશ દારૂ સાથે એકની કરી અટકાયત

copy image

ચકલાસી પોલીસે પોતાના હદ વિસ્તારમાં ભુમેલ પાસેના ભવાનીપુરામાથી બુટલેગરના ઘરેથી રૂપિયા 2.37 લાખનો ઈંગ્લીશ દારૂ પકડી પાડી બુટલેગરની પણ ધરપકડ કરી છે.
ચકલાસી પોલીસના માણસોએ ગતરાત્રે બાતમીના આધારે નડિયાદ તાલુકાના ભુમેલ તાબેના ભવાનીપુરા મધ્યે રહેતો બુટલેગર રણજીત ઉર્ફે જેડી શનાભાઈ પરમારની ત્યાં રેડ પાડી હતી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, તેના ઘરે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ છુપાવીને વેચાણ કરી રહ્યું છે. બુટલેગર રણજીત ઉર્ફે જેડી શનાભાઈ પરમારને સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે પંચોને બોલાવી ગણતરી કરતાં 750મીલી ની 180 બોટલો કિંમત રૂપિયા 1 લાખ 47 હજાર 60, બિયર ટીન નંગ 624 કિંમત રૂપિયા 90 હજાર 480 મળી કુલ રૂપિયા 2 લાખ 37 હજાર 540નો ઈંગ્લીશ દારૂ સાથે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2 લાખ 38 હજાર 540નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે આ અંગે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.