લજાઈ ગામ નજીક માતાએ પાણીની બોટલ માંગતા દીકરીએ ભૂલથી એસીડની બોટલ આપી દેતા મહિલાને સારવાર માટે ખસેડાઈ

copy image
ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલ કારખાનામાં રાત્રે સુતા સમયે માતાએ પાણીની બોટલ માંગતા દીકરીએ એસીડની બોટલ આપી દેતા માતા એક ઘૂંટ પી લેતા સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના લજાઈ ગામના ધારમી ઓટોપ્રિન્ટ કારખાનામાં રહેતા રશ્મિબેન સનીભાઈ યાદવ (ઉં.વ.22) નામની મહિલા સુતા હતા ત્યારે પોતાની બાળકી નાવ્યાને ફ્રિજમાંથી પાણીની બોટલ આપવા માટે કહ્યું હતું. જેથી દીકરીએ ઘરમાં પડેલ એસીડની બોટલ આપતા રશ્મિબેન સુતા સુતા એક ઘૂંટ પી જતા મોઢામાં અલગ સ્વાદ આવતા કોગળા કરી નાખ્યા અને જોયું તો એસીડની બોટલ હતી. જેથી રશ્મિબેનના પતિ શાનીભાઈ યાદવ તેને સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. પોલીસે આ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.