નિયોલ ગામની સીમમાંથી GIDCપોલીસે વિદેશી દારૂનો 2 લાખથી વધુનો જથ્થો કબ્જે કર્યો:1 વોન્ટેડ

copy image
કડોદરા GIDC પોલીસે નિયોલ ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી લીધો હતો. ઇકો કારમાં કારટિંગ કરી સગેવગે કરાતા 48 હજારનો વિદેશી દારૂ જપ્ત કરી 1ને વોન્ટેડ જાહેર કરાયો છે.
કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથકના પી.આઈ આર.એસ.પટેલને બાતમી મળી હતી કે, નિયોલ ગામની સીમમાં નિયોલ-શેઢાવ જતા ચીકુવાડીથી અંદરના ભાગમાં અવાવરૂ જગ્યામાં ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો કારટિંગ કરાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 432 જેની કિંમત રૂપિયા 48,000 તેમજ મારુતિ કંપનીની ઇકો કાર મળી રૂ.2,48,000નો કુલ મુદ્દામાલ જપ્ત કરી ઇકો કારના ચાલકને વોન્ટેડ જાહેર કરાયો છે.