સામખિયાળીમાં 10 શખ્સોએ બાઈક સાથે કાર અથડાવી યુવાનની હત્યાનો પ્રયાસ કરતાં ફરિયાદ નોંધાઈ

ભચાઉ તાલુકાના સામખિયાળીમાં 10 શખ્સેએ યુવાન ઉપર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયત્ન કરતા ફરિયાદ નોંધાઈ છે મળતી વિગતો અનુસાર આ ઘટના10.45 વાગ્યાના અરસામાં બની હતી. આ અંગે ફરીયાદી સિકંદર જાનમામદ ગગડાએ આરોપી વિપુલ જેઠા વાણીયા, રવિ જેઠા વાણીયા અને 8 અજાણ્યા ઇસમો સામે ફરીયાદ દાખલ કરાવી છે. ફરીયાદી તેના મિત્ર સાથે ભચાઉ કોર્ટમાં મુદત પુરી કરી પાછા ઘરે જઈ રહ્યો હતો તે દરમ્યાન સામખિયાળી ટોલનાકાથી આગળ રોંગ સાઈડમાં આવેલી સ્કોર્પીયો કારના ચાલકે ફરીયાદીની બાઈકને ઠોકર મારી હતી. હતભાગી યુવાન નીચે પડી ગયો કારમાંથી ઉતરેલા આરોપીઓએ લોખંડના પાઈપથી ફરીયાદી ઉપર હુમલો કર્યો તેમજ આઠ અજાણ્યા ઇસમોએ ધોકા ધારીયા સાથે ઉતર્યા અને ગાળો ભાંડી હતી. તેનો મિત્ર છોડાવવા પડતા તેને પણ માર મારી ઈજા કરી હતી. ફરીયાદીએ આરોપી વિપુલને માર મારતો વીડીયો બનાવ્યો હતો. તેનું મનદુ:ખ રાખી હુમલો કરવામાં આવ્યો હતો. ઘાયલ યુવાનને સારવાર અર્થે ભુજ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.