મુન્દ્રાના નાના કપાયામાં યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મુંદરામાં નાના કપાયાના 26 વર્ષીય યુવાન મજુર ચેતનરામ હરુરામ મેઘવાળે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જિંદાલ કંપની પાસે એચ.પી. ગેસ ગોદામ પાછળની વસાહતમાં રહેતા 26 વર્ષીય મજુર યુવાન ચેતનરામ હરુરામ મેઘવાળે રાતથી બીજા દિવસની સવાર દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાકમાં બેલ્ટથી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.