નવસારીના દાંડી તરફ જવાના રોડ પર ટેમ્પોએ બાઇકને અડફેટે લેતા અકસ્માત:બાઇક ચાલક યુવકનું મોત

નવસારીમાં એરૂ ગામથી દાંડી તરફ જવાના રોડ પર ટેમ્પોચાલકે બાઇકને ઠોકર મારતા નોકરી પર જતા મોટી પેથાણના બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજયું હતું. નવસારીમાં એરૂમાં રહેતા ચંદ્રેશ મનુભાઈ પટેલે જલાલપોર પોલીસમાં જાણ કરી કે જલાલપોર તાલુકાના મોટી પેથાણ ગામમાં રહેતા ભાર્ગવ ગુલાબભાઈ પટેલ (ઉ.વ. 26) પોતાની બાઇક (નં. GJ-21-AR- 9429) લઈને નોકરી ઉપર જઈ રહ્યા હતા આ દરમિયાન એરૂ પાસેથી પસાર થતા હતા ત્યારે સામેથી ટેમ્પો (નં. GJ-21-Y-0381)ના ચાલકે પોતાનો ટેમ્પો પૂરપાટે હંકારી સામેથી આવતી બાઇકને ઠોકર મારી હતી. જેથી ભાર્ગવ રોડ પર પટકાતા માથા અને શરીરના ગંભીર ઇજા થઈ હતી. વધુ સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજયું હતું.