માંગરોળના ઝરીયાવાડામાં બીડી-બાક્સના રૂપિયા વધુ કેમ લીધા ? કહી યુવાનને મારમારતા ફરિયાદ નોંધાઈ

copy image
માંગરોળ તાલુકાના ઝરીયાવાડા ગામમાં રહેતાં એક ઈસમના માતા દુકાન પરથી બીડી બાક્સ લેવા માટે ગયા હતા. પછી તેમનો પુત્ર આ દુકાન પર પહોંચ્યો હતો અને વધુ રૂપિયા લીધા હોવાની વાતને લઈ બોલાચાલી થતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ બાબતે ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર માંગરોળ પંથકના ઝરીયાવાડા ગામમાં રહેતાં દિનેશભાઇ ભીખાભાઈ મેવાડાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર , દિનેશભાઈની દુકાને અનિલ શાંતિભાઈ મેવાડાના માતા બીડી-બાક્સ લઈ ગયા હોય જેથી અનિલ દિનેશની દુકાને આવ્યો હતો અને કહ્યું હતું કે તે બીડી-બાક્સના રૂપિયા વધુ લીધા છે.ત્યાર બાદ અનિલ ગાળો આપવા લાગ્યો હતો અને દુકાનના માલ સામાનની તોડફોડ કરી હતી. તેમજ દિનેશને ઢીકાપાટુનો માર માર્યો જેથી અનિલ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.