ધ્રોલમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ડિવાઇડર સાથે અથડાઈ: કારનો બુકડો બોલ્યો, સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ

copy image
ધ્રોલ માર્કેટીંગ યાર્ડ નજીક ટ્રક-કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં કાર ડીવાઇડર સાથે ટક્કરતા કારનો બુકડો બોલી ગયો હતો.જયારે કાર સવારોને કટરથી પતરા કાપી બહાર કઢવામાં આવ્યા હતા. સદભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી. તો કાર સવાર ત્રણ પુરુષ અને એક મહિલાને નાની મોટી ઇજા પહોચી હતી.
ધ્રોલ માર્કેટીંગ યાર્ડ નજીક જામનગર જતી એક કાર અને ટ્રકનો અકસ્માત સર્જાતા કાર ડીવાઇડર પરના એંગલમાં ફસાઇ હતી. આ બનાવ બંતા લોકોના ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા. કારમાં સવાર એક મહિલા અને ત્રણ પુરુષોને નાની મોટી ઇજાઓ પહોચી હતી. તેઓને સારવાર માટે હોસ્પીટલ ખસેડાયા હતા.