રાજકોટમાં દૂધ સાગર રોડ પર મમરાની આડમાં લઈ જવાતો દારૂ ઝડપાયો

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મમરાની આડમાં દારૂ ભરીને લઇ જવામાં આવતો 2.46 લાખનો વિદેશી દારૂ સહિત 7.46 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરના દૂધસાગર રોડ પર એક છોટા હાથી જીજે-07-ટીયુ-1238 વાહનમાં મમરાની આડમાં વિદેશી દારૂ લઇ જવાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે 2.46 લાખનો દારૂ તથા વાહન મળી કુલ 7.46 લાખનો મુદામાલ જપ્ત કર્યો. વાહન મૂકી ભાગી જનાર આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે.