માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાયસન્સ ની દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક ઈસમને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ- કચ્છ, ભુજ

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર મોથલિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ સાહેબનાઓએ વિધાનસભા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પરવાના વગરના ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ
જે સુચના અન્વયે આજ રોજ એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન ચુડાસમા સાહેબનાઓએ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટી.બી.રબારી સાહેબ તથા એલ.સી.બી. સ્ટાફના માણસોને હાલમાં વિધાનસભા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પરવાના વગરના ગેરકાયદેસર હથિયાર રાખતા ઈશમોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી જે સૂચના મુજબ એલસીબી સ્ટાફના એ.એસ.આઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર જોષી, સુરજભાઈ વેગડાનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર જોશી તથા સુરજભાઈ વેગડાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે ફુલાઈ ગામના બસ સ્ટેશન પાસે રોડ પર એક ઈસમ પોતાના કબજામાં એક કપડામાં વીંટાળેલ હાલતમાં કાંઈક શંકાસ્પદ વસ્તુ લઈ ઉભેલ જે મળેલા બાતમી આધારે ત્યાં જઈ તપાસ કરતા જખરા ઉંમર લાડક મળી આવેલ તેના હાથમાં કપડામાં વીંટાળેલ વસ્તુ જોતા એક હાથ બનાવટની દેશી બંદૂક મળી આવેલ જે હાથ બનાવટની દેશી બંદૂક પોતાની પાસે રાખવા અંગે કોઈ પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા આવી કોઈ પાસ પર મીટર મજકુર ઇસમ પાસે નહીં હોવાનું જણાવેલ જેથી મજકુર ઈસમ ગેરકાયદેસર રીતે પરવાના વગર દેશી બંદૂક સાથે મળી આવેલ હોય તેના વિરુદ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે માધાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે
પકડાયેલ આરોપી જખરા ઉંમર લાડક (મુસ્લિમ) ઉં. વ 60 રહે. બસ સ્ટેશનની બાજુમાં,ધ્રંગ તા. ભુજ
કબ્જે કરેલ મુદ્દા માલ હાથ બનાવટની દેશી બંદૂક કિં. રૂ 1000/-