અમદાવાદના સરદારનગરમાંથી દારૂ-બિયરની 1500 બોટલ સાથે 2શખ્સની અટકાયત કરાઇ

સરદારનગર સિંધી ચિકનની સામે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે ક્રાઇમબ્રાંચની ટીમે રેડ પાડી હતી. આ દરમિયાનમાં ત્યાંથી બે ગાડી મળી આવતા  પોલીસે તપાસ કરતા તે બંને ગાડીમાંથી વિદેશી દારૂની 1220 બોટલ અને બિયરના 280 ટિન સાથે દિલીપ મનુભાઈ જેઠવાણી તથા મુકેશ મોરંદાણીને પોલીસે પકડી પાડ્યા હતા. તે બનેની પૂછપરછ કરતા, સરદારનગરનો બુટલેગર કમલેશ ઉર્ફે જીમી નાવાણી તેની ગાડીમાં દારૂનો ઉપરોક્ત જથ્થો આપી ગયો હતો.

પોલીસે દારૂ અને ગાડી મળીને કુલ રૂપિયા 5.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે દારૂ મોકલનાર કમલેશ ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ આરંભી છે, જ્યારે દિલીપ અને મુકેશ પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.