રાજકોટના કોઠારીયા ચોકડી નજીક બેકાબુ બનેલી બાઇકે રોડ ક્રોસ કરતા પરિવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો: માતા-પિતા ઇજાગ્રસ્ત, બાળકનું મોત

રાજકોટ શહેરના ગોંડલ રોડ અને કોઠારીયા ચોકડી બાયપાસ રોડ પર બાઇકે સવારે રોડ ક્રોસ કરી રહેલા બાળક સહિત ત્રણ વ્યકિતને અડફેટે લેતા બાળકનું મૃત્યુ નિપજતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના કોઠારીયા ચોકડી બાયપાસ રોડ પર ગણેશ સોસાયટીમાં રહેતા હાજાભાઇ માંડાભાઇ જીલરીયા (ઉ.વ.53) અને તેની પત્ની જયાબેન (ઉ.વ.50) અને રોનક દિપકભાઇ કાનગડ (ઉ.વ.7) આજે ઘર નજીક પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન પુરપાટ બાઇક ચાલકે ઠોકરે લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગંભીર રીતે ઇજાગ્ર્સ્ત થયેલા રોનકનું મોત થતાં પોલીસે બાઇક સવાર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી આરંભી છે.