ગાંધીનગર સાબરમતી નદીનાં પટ બાવળની ઝાડીમાં બુટલેગરે સંતાડી રાખેલ 39 હજારનો વિદેશી દારૂ જપ્ત

ગાંધીનગરના ભાટ સાબરમતી નદીના પટમાં બાવળની ઝાડીઓમાં છુપાવી રાખેલ જુદા જુદા બ્રાન્ડની વિદેશી દારૂની 38 હજારની કિંમતની 207 નંગ બોટલો અડાલજ પોલીસે પૂર્વ બાતમીના આધારે કબ્જે કરી છારાનગરનાં બુટલેગર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અડાલજ પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી એ દરમ્યાન બાતમી મળી હતી કે, સાબરમતી નદીના પટમાં આવેલ બાવળની ઝાડીમાં ભાટ ગામની સીમમાં રાકેશ ઉર્ફે બોક્સર મહેશભાઇ જાડેજા(રહે-છારાનગર,સાબરમતી) એ વિદેશી દારૂની બોટલો છુપાવી રાખી છે. જેથી પોલીસ ટીમે બાતમીવાળી જગ્યાએથી થોડેક દુર ખાનગી વાહન મુકી, ચાલતા સાબરમતી નદીના પટમાં જતા રાકેશ ઉર્ફે બોક્સર સ્થળ ઉપર હાજર મળી આવ્યો હતો નહિ.પોલીસે નદીનાં પટમાં આસપાસની બાવળની ઝાડીમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા ત્રણ મોટા પ્લાસ્ટિકના કોથળામાં છુપાવી રાખેલ જુદા જુદા બ્રાન્ડની વિદેશી દારૂની 207 નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.