છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને તિલકવાડા પોલીસે M.Pથી ઝડપ્યો

તિલકવાડા પોલીસે 3 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને M.Pના છકલતા ગામેથી પકડી પાડ્યો. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, તિલકવાડા પોલીસ મથકમાં વર્ષ 2019માં પ્રોહિબિશનના દાખલ થયેલા ગુનામાં નાસતો ફરતો આરોપી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના છકતલા ગામમાં ફરે છે. પોલીસના જણાવ્યા અનુસાર બાતમીના આધારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પોલીસ સ્ટાફના માણસોએ મધ્યપ્રદેશના રાજ્યના અલીરાજપુર જિલ્લાના છકતલા ગામમાં પહોંચી બાતમી વાળી જગ્યા પર દરોડો પાડી આરોપી અંગુ ખીમજી જોગટયાને પકડી તિલકવાડા પોલીસ મથકમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.