પવનચક્કીના ટ્રાન્સફોર્મર ટેન્કમાથી ચોરી કરી મેળવેલ પાવર ઓઇલના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી વાયોર પોલીસ.

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેંજ, ભુજ તથા શ્રી સૌરભસિંધ સાહેબ, પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ, ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી. ભગોરા સાહેબની સુચના મુજબ જીલ્લાના પો.સ્ટે. ખાતે દાખલ થયેલ વણશોધાયેલ ગુન્હાઓ શોષવા માટે તેમજ વિસ્તારમાં બનતા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા માટે જરૂરી સુચના આપેલ હોય જે અનુસંધાને વાયોર પો.સ્ટે. ના પોલીસ સબ ઈન્સપેક્ટર જી..એમ. રાઠોડ તથા એએસ.આઇ.

રાજેશભાઇ જોષી તથા પો. હેડ કોન્સ. રવિન્દ્રસિંહ સોઢા, તથા અનકભાઇ ભુંકણ તથા પો.કોન્સ.મદરૂપભાઇ સંદેશા એ રીતેના તાબાના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. સબ ઈન્સ. જી. એમ. રાઠોડ ને મળેલ બાતમી હકિકત મળેલ કે, જુમા ભારમલ પઢીયાર રહે. વાઘાપધ્ધર તા.અબડાસા વાળાએ ચોરી કે છળકપટથી મેળવેલ શંકાસ્પદ ઓઇલ પોતાના ઘર પાસે આવેલ વાડામા પોતાના છોટા હાથી માલવાહક વાહનમા રાખેલ છે જેથી સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા આરોપીના કબ્જામાંથી કુલ્લે ૪૫૦ લીટર જેટલુ કિંમત રૂપીયા ૪૦૫૦૦/- નો પવનયક્કીના ટ્રાન્સફોર્મરમાં ઉપયોગ થતો પાવર ઓઇલનો જથ્થો બીલ કે આધાર પુરાવા વિના મળી આવેલ હોય જે ઓઈલ બાબતે પકડાયેલ ઇસમને પુછપરછ કરતા પોતે તથા (૧) જીગ્નેશ જોષી તથા (૨) મામદ ઉર્ફે અધાપા રહે. બરંદા વાળઓએ સાથે મળીને વાયોર વિસ્તારની સીમમા આવેલ પવનચક્કીઓના ટ્રાન્સફોર્મરમાથી આજથી એકાદ મહીના સુધીના સમયગાળા દરમ્યાન અલગ અલગ સમયે કાઢી ચોરી કરેલ હોવાનુ જણાવેલ હોય જેથી મળી આવેલ તમામ મુદામાલ સી.આર.પી.સી.કલમ.૧૦૨ મુજબ કબ્જે કરી આરોપીને સી.આર.પી.સી કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરેલ

છે. મુદ્દામાલ સાથે પકડાયેલ આરોપીનું નામ,સરનામુ,:- (૧) જુમા ભારમલ પઢીયાર રહે. ઉ.વ.૩૯ રહે.

વાધાપધ્ધર તા.અબડાસા

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

(૧) ૦૨ બેરલ તથા ૦૧ કેરબામાં મળી કુલ્લે ૪૫૦ લીટર જેટલુ ઓઈલ કિમત રૂપીયા ૪૦૫૦૦/- (૨) મજકુરના કબ્જનો છોટા હાથી નં. GJ-12- BW-8966 જેની કીમત રૂ.૧૦૦૦૦૦/-

કામગીરી

કરનાર

અધિકારી/કર્મચારી:-

પોલીસ

ઉપરોક્ત કામગીરીમા વાયોર પો.સ્ટે. ના પો. સબ ઈન્સ. જી.એમ. રાઠોડ તથા એ.એસ.આઇ. રાજેશભાઇ જોષી તથા પો. હેડ કોન્સ. રવિન્દ્રસિંહ સોઢા, તથા અનકભાઇ ભુંકણ તથા પો.કોન્સ.મદરૂપભાઇ સંદેશા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાય સફળ કામગીરી કરેલ.