LCBએ દહીંસરા ગામના ગોડાઉનમાંથી 450 કિલો અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કર્યો

પશ્ચિમ કચ્છ જિલ્લામાં માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા દહીંસરા ગામમાં LCBએ કાર્યવાહી કરી 450 કિલો અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કર્યો.

દહીસરા ગામમાં આવેલા મનીષ મણીલાલ ઠક્કરના કબ્જા-ભોગવટાના ભાડાના ગોડાઉનમાં અખાધ્ય ગોળનો જથ્થો છે અને આ ગોળ અન્ય શખ્સોને વેચાણ કરતા હોવાની હકીકતના આધારે LCBએ રેડ પાડી હતી. તો અહીંથી 13,500 ની કિંમતનો 450 કિલો અખાદ્ય ગોળ મળી આવ્યો હતો.

તેનું એફ.એસ.એલ.અધિકારીને સાથે રાખી પરીક્ષણ કરાયું હતું. LCB પીઆઇ સંદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું કે,ગોળના નમૂના તપાસ અર્થે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે.