અંજાર ડીવાય.એસ.પી.ના રાઈટરનું અકસ્માતમાં મોત નીપજયું

<strong>અંજાર ડીવાય.એસ.પી.ના રાઈટરનું અકસ્માતમાં મોત નીપજયું</strong>

copy image

અંજાર નાયબ પોલીસ અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા હિતેશકુમાર પરસોત્તમભાઈ કાલિયાને અકસ્માત થતાં તેમનું મૃત્યુ નીપજયું હતું. અંજારમાં રહેતા તથા ડીવાય.એસ.પી. કચેરીમાં છેલ્લા દોઢ-બે વર્ષથી ફરજ બજાવતા હિતેશકુમાર કાલિયાનો અકસ્માત થયો હતો. આ જ કચેરીમાં ફરજ બજાવતા અલીમામદ અંસારી અને હિતેશ કાલિયા પોતાની બાઈકથી કચેરીએ આવતા હતા. અલી અંસારી પાછળ હતા ત્યારે આ હેડ કોન્સ્ટેબલ પોતાના બાઈકથી આગળ હતા. તેઓ આશાબા વેબ્રિજથી ડીવાય.એસ.પી. કચેરી બાજુ જતા સર્વિસ રોડ ઉપર ચડયા તેવામાં આ હેડ કોન્સ્ટેબલની બાઈકને કૂતરું આડું આવતાં તેઓ નીચે પટકાયા જેથી તેઓને ઈજાઓ પહોંચી હતી. પાછળ આવી રહેલા અન્ય પોલીસકર્મી અલી અંસારી ઘવાયેલા આ ડીવાય.એસ.પી. રાઈટરને સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતા. આ ઘટનાથીથી પોલીસ બેડાંમાં શોકની લાગણી પ્રસરી હતી.