સુરતમાં મહિલાને મારમારી સ્નેચર ગળામાંથી ચેઇન ઝૂંટવી પલાયન

copy image

સુરતના રાંદેરના તારવાડી વિસ્તારમાં 58 વર્ષીય વૃદ્ધ મહિલાને ચેઇન-સ્નેચરોએ માર મારી રોડ પર પછાડીને ગળામાંથી 45,000ની ચેઇન ઝૂંટવી પલાયન થઈ જતાં ફરિયાદ નોંધાઈ છ. મહિલા સાથે બનેલી આ ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ છે.

રાંદેર તાડવાડી પાસે રહેતાં 58 વર્ષીય નીતાબહેન મકવાણા તાડવાડી સંગના સોસાયટીમાંથી પસાર થતા હતા એ દરમિયાનન ત્યાંથી બાઈકસવાર બે શખ્સ મોઢે માસ્ક પહેરીને આવ્યા હતા. સોસાયટીમાં સૂમસામ રસ્તો જોઈ ત્યાંથી પસાર થતા વૃદ્ધાના ગળામાં પહેરેલી 45 હજારની સોનાની ચેઇન ઝૂંટવી પલાયન થઈ ગયા હતા. ત્યાર પછી લોકો ભેગા થઈ જતાં ઘટના બાબતે રાંદેર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.