અંબાજીમાં ટ્રકની બ્રેક ફેલ થઇ જતાં અકસ્માત સર્જાયો; 3 કલાક બાદ ફસાયેલ ચાલકને બહાર કઢાયો

copy image

અંબાજીથી માલવાહક જતાં એક ટ્રકને ગઈ મોડી સાંજે ત્રિસુલીયા ઘાટી પર અકસ્માત સર્જાયો હતો. ટ્રકના બ્રેક ફેલ થઇ જતાં ડ્રાઇવર દ્વારા ટ્રકના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી ડેટા અકસ્માત સર્જાયો હતો. માલવાહક ટ્રક ઘાટીના રોડની સામેની સાઈડ ટક્કરાઈ ગયું હતું. અકસ્માતમાં ટ્રક ચાલક ત્રણ કલાક સુધી ટ્રકમાં ફસાયો હતો .

બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવી ત્યારપછી જેસીબી અને ફાયર બ્રિગેડના મદદથી ટ્રકમાં ફસાયેલા ટ્રક ચાલકને બહાર કઢાયો હતો. મોડી સાંજ હોવાથી રાહત બચાવ કામગીરીમાં પરેશાની થઈ હતી, પરંતુ 3 કલાક પછી ભારે જહેમદ બાદ ફસાયેલા ટ્રકચાલકને ટ્રકમાંથી બાહર કાઢવામાં આવ્યો હતો. ત્રીસુલિયા ઘાટીમાં ટ્રકના અકસ્માતની જાણ દાંતા પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી.