ગાંધીધામમાં તા.પં.ના વિપક્ષી નેતા કોંગ્રેસમાથી રાજીનામું આપી, ભાજપમાં જોડાઈ કેસરીયો ધારણ કર્યો

copy image
ગાંધીધામ તાલુકા પંચાયતના વિપક્ષી નેતા અને ગળપાદર તાલુકા પંચાયતના સભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા અને ભાજપના ઉમેદવારને જીતાડવાની ખાતરી આપી હતી. ગાંધીધામ તાલુકા પંચાયતના વિપક્ષી નેતા અલ્પેશ ઝરૂ (આહીર)એ ભાજપમાં જોડાઈ કેસરિયો ખેસ ધારણ કર્યો. કોંગ્રેસી સભ્યએ પોતાના પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી ભાજપના કાર્યકરી પ્રમુખ વલમજીભાઈ હુંબલના હાથે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આ સમયે જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન ધનજી હુંબલ હાજર રહ્યા હતા. વિપક્ષી નેતાની સાથે શામજી પચાણ બવા, મોહન ધનજી મરંડ, શાંતિલાલ કરશન મ્યાત્રા, અશ્વિન આગરિયા, આશિષ મરંડ, દેવરાજ મરંડ, કિરણ દેવદાન બતા વગેરેએ ભાજપમાં જોડાઈ કેસરીયો ધારણ કર્યો હતો. આ પ્રસંગે માલતીબેન મહેશ્વરીને જંગી બહુમતીથી જીતાડવા મહેનત કરશે તેવી ખાતરી આપી હતી. અલગ અલગ સમાજના 100 જેટલા લોકો આ સમયે ભાજપમાં જોડાયા હતા.