ગાંધીધામ નવી સુંદરપુરીમાંથી દારૂ-બિયર સાથે એક શખ્સને પોલીસે  ઝડપ્યો

copy image

ગાંધીધામના નવી સુંદરપુરીમાંથી દારૂ-બિયરનાં જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર એ-ડીવીઝન પોલીસે નવી સુંદરપુરીમાંથી જુદા જુદા બ્રાન્ડની દારૂની બોટલો નંગ 56 તેમજ બિયર ટીન નંગ 60 સાથે આરોપી થારૂ મીઠુ ગઢવી, રહે. મણકાવાસ નવી સુંદરપુરીવાળાને ઝડપી પાડી તેમની પાસેથી મોબાઈલ ફોન સહિત 26 હજાર 850નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં પીઆઈ એ.બી. પટેલ સહિત ગાંધીધામ એ-ડીવિઝન પોલીસ સ્ટાફ જોડાયો હતો.