ગાંધીધામ એ ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ લુંટ ના ગુનાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ –કચ્છ, ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ,ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓના બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એમ.એમ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. નાઓની આગેવાની માં એલ.સી.બી ટીમ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત આધારે ગઇ તા.૨૨/૧૧/૨૦૨૨ ના રોજ ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં મોબાઇલ ફોન,ચાંદીના સિક્કા,રોકડા રૂપિયાની લુંટ કરનાર આરોપીઓને લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે રાઉન્ડ અપ કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડીવી. પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓનાં નામ

(૧) દસ્તગીલ ઉમર સૈયદ ઉ.વ. ૩૮ રહે. મસ્જીદની સામે કિડાણા તા.ગાંધીધામ (૨) અભિષેક અવકિશોર દુબે ઉ.વ. ૩૬ રહે. ચાવલા ચોક પાસે ગાંધીધામ (૩) હાર્દિક જીતેન્દ્ર ગોહિલ ઉ.વ. 30 રહે. ખન્ના માર્કેટ,ગાંધીધામ

શોધી કાઢેલ ગુનાની વિગત

ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૫૦૩/૨૦૨૨ઇ.પી.કો. ૩૯૪,૩૯૭,૪૫૨, ૫૦૬(૨), ૩૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

કબ્જે કરેલ મુદ્દામાલ

ચાંદીના  અને ધાતુનાં સિક્કા નંગ-૧૦ કિ.રૂ. 3000/- મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૧૦૦૦૦/- કુલ કિ.રૂ. ૧૩,૦૦૦/-

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એમ.જાડેજા તથા પોલીસ સબ ઈન્સપેકટર એસ.એસ.વરૂ તથા વી.આર.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ