ભચાઉ ગાંધીધામ નેશનલ હાઇવે પર રોડ સમારકામને કારણે હાઇવે પે 10 કિલોમીટર સુધી ટ્રાફિકજામ સર્જાયો

ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે પર રોડ સમારકામને કારણે હાઇવે પર 10 કિલોમીટર સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિકની સમસ્યામાં વધારો થતો જાય છે ત્યારે ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે ઉપર કામ ચાલુ હોવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ત્યારે ભચાઉ ગાંધીધામ રોડ ઉપર નેશનલ હાઇવે વિભાગ દ્વારા હાઇવે રોડ નો સમારકામ ચાલુ હોતા આ રોડ સમારકામના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિકજામ દરમિયાન એસટી બસો ટ્રકો નાના મોટા વાહનો ટ્રાફિક જામમાં ફસાયા હતા જેના કારણે બહારથી આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિકજામના બનાવને લીધે નેશનલ હાઈવે ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ટ્રાફિક ઉપર કાબુ મેળવ્યો હતો.