ગાંધીધામમાં ફટાકડા સ્ટોલ બાબતે પૂર્વે થયેલા ઝગડાનું મનદુખ રાખી, યુવાન પર છરી અને ધોકા વડે હુમલો કરતાં ફરિયાદ નોંધાઈ

markut

copy image

ગાંધીધામમાં મહેશ્વરી સમાજવાડી પાસે અને ભારતનગરના મંદીર પાસે મારામારીની ઘટના બની હતી. ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકમાં દિપેશ ચૌહાણે આરોપી સુમીત શૈલેષ સથવારા, વિજય શેલેષ સથવારા, સાહીલ સુરેશ સથવારા, અર્જુન નાગજી ગઢવી સામે ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું હતું કે પૂર્વે ફટાકડા સ્ટોલ અંગે થયેલા ઝગડાનું મનદુખ રાખીને ફરિયાદીના સાહેદને ઝુલેલાલ સોસાયટીમાં ધોકો અને છરી વડે અપશબ્દો બોલીને માર મારતા હતા.

પીડીતે બૂમો પાડતા આસપાસના લોકોએ બહાર આવીને મદદ કરીને વધુ માર મારતા છોડાવ્યો હતો. જેને સારવાર અર્થે ભુજ લઈ જવામાં આવ્યો હતો. પોલીસે તમામ આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.