લગ્નપ્રસંગમાં ગરબા રમવા બાબતે થયેલ બોલચાલનું મનદુખ રાખી, મારામારી કરતાં ફરિયાદ નોંધાઈ

જુની સુંદરપુરીના મહેશ્વરી સમાજવાડી સામે પાસે આ બનાવ બન્યો હતો. ફરિયાદી ખુશીબેન વેલજીભાઈ મહેશ્વરીએ આરોપી રવી નારણ માતંગ, રવી અભુ માતંગ, કરણ નારણ માતંગ, નરેશ વેરશી માતંગ સામે ગુનો દાખલ કરાવતા જણાવ્યું કે, આરોપીઓએ ફરિયાદી સાથે થયેલી બોલાચાલીનું મનદુખ રાખીને ફરિયાદીના પરિવારને ઈજા કરી હતી.

લગ્નપ્રસંગમાં ગરબા રમવા બાબત બોલાચાલી થયા પછી મોડી સાંજે તેમના ઘરે આવીને આરોપીઓએ અપશબ્દો બોલવા લાગ્યા હતા. આરોપીઓએ ઘરનો દરવાજો લાતો મારીને તોડી નાખી પ્રવેશ કર્યો અને છુટ્ટા પથ્થર ફેંકીને ઘરની દિવાલો અને ટાઈલ્સને નુકશાન કર્યું  હતુ. તો ફરિયાદીના ભાઈ દિનેશ તેમને સમજાવવા જતા રવી માતંગે છોડાવવા ફરિયાદીની ફોઈ વચ્ચે પડેલ ત્યારે નરેશ માતંગએ અપશબ્દો બોલી, ઝવાઝવી કરીને ,મુઢ મારની ઈજા પહોચાડી હતી.

આરોપી ઉશ્કેરાઈને  હાથમાં પકડેલા છરી દાઢીના ભાગમાં મારતા ઈજા પહોચાડતા લોહી નિકડવા લાગ્યું હતું. આરોપીમાના એક કરણે જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારપછી  ફરિયાદીના ભાઈ દિનેશે 108 બોલાવતા સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ પ્રાથમિક સારવાર આપીને ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.