ગાંધીધામમાં એક કારચાલકે મોપેડને ઠોકરે લેતા અકસ્માત, ચાલક નાસી જતાં ફરિયાદ નોંધાઈ

copy image
ગાંધીધામ શહેરના ગાંધી માર્કેટ નજીક અકસ્માતની ઘટના બની, જ્યાં એક કારચાલકે બેદરકારીથી કાર ચલાવી એક મોપેડચાલકને ઠોકરે લીધો હતો. ગાડીચાલક અકસ્માત સર્જી ભાગી જતાં તેનાં વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરાવાઈ હતી.
મળતી માહિતી અનુસાર અંજારના વરસામેડીમાં રહેતા 30 વર્ષીય હિંમતરામ ભેરારામ મીણા પોતાના સંબંધી લક્ષ્મણભાઇ કુંદનદાસ મીણાનું મોપેડ લઇ ગાંધીધામ કામ માટે આવ્યા હતા. તેઓ ગાંધી માર્કેટ નજીક ગ્રીન પેલેસ હોટલ સામે પહોંચ્યા હતા તે દરમ્યાન પૂરપાટે જઇ રહેલા ફોર્ચ્યુનર ચાલકે તેમને ઠોકરે લેતાં તેમને પગની પાનીમાં તથા શરીરના અન્ય ભાગોમાં ઇજા થઈ હતી. તેમણે અકસ્માત સર્જીને નાસી ગયેલા ફોર્ચ્યુનર ચાલક સામે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.