ભુજ આરટીઓમાં પરીક્ષા આપવા આવેલા આધેડનું લાયસન્સ ટ્રેક ઉપર હૃદયરોગના હુમલાથી મોત નીપજયું

માંડવી તાલુકાના નાગલપરના 54 વર્ષીય આધેડ શિવજી ધનજી વેકરિયાને ભુજની આરટીઓ કચેરીના લાયસન્સ ટેસ્ટ ટ્રેક ઉપર હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ પામ્યા હતા. મળતી માહિતી અનુસાર મુજબ માંડવી તાલુકાના નાગલપરના શિવજી ધનજી વેકરિયા (ઉ.વ. 54) બપોરે ડ્રાઇવિંગની પરીક્ષા આપવા માટે આવ્યા હતા.

ટ્રેક ઉપર પરીક્ષા માટે ગાડી ચલાવી રહ્યા હતા તે દરમિયાન  અચાનક ગાડીમાં ઢળી પડયા. આથી આરટીઓના ઇન્ચાર્જ વી.સી. દેસાઇ, ઉમર સમા, રાઇલ સમા મદદરૂપ થઇ એમ્બ્યુલન્સ બોલાવી જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત ઘોષિત કર્યા હતા.