કુકડા ગામ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો: 3.93 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર હાઇવે પર કુકડા ગામ નજીક વિદેશી દારૂ ભરેલ કાર પસાર થવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી ટીમે રેડ પાડી હતી. જેમાં ઇકો કાર રોકડા મોબાઇલ વિદેશી દારૂ સહિત 3.93 લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવી છે.

તો પસાર થતી ઇકો કારને અટકાવી તપાસ કરતા પાછળનાં ભાગમાં રાખેલ વિદેશી દારૂનો જથ્થો જેમાં બિયર નંગ 312, રોયલ કલાસિકનાં 288 સહિત 60હજારનો મુદામાલ તથા ઇકો મોબાઇલ, રોકડા સહિત 3.93 લાખનો મુદામાલ કબ્જે કરી દીગસર વામન નજીક રહેતા બાબુભાઇ ખેતાભાઇ પારધી ,નરેશભાઇ દેવજીભાઇ પારધી, શેખપરનાં દિવ્યરાજસિંહ ઉર્ફે મોન્ટુ ભાઇ જનકસિંહ પરમાર તેમજ માધવસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડવામાં આવ્યા હતા. જયારે દારૂ જેમની પાસેથી લીધેલ તેઓ નવાણીયાનાં યુવરાજસિંહ ક્રિપાલસિંહ પરમાર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.