જાફરાબાદના લોઠપુર પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત: બાઇક ચાલક યુવકનું મોત નીપજયું

જાફરાબાદના લોઠપુર પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક યુવકનુ ઘટના સ્થળે જ મોત થયું હતુ. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છુટયો હતો.
રાજુલામા રહેતા અજયભાઇ બાબુભાઇ ધરણીયા પોતાનુ મોટર સાયકલ નંબર જીજે 14 આર 9522 લઇને વાંઢ ગામથી રાજુલા તરફ આવી રહ્યાં હતા તે દરમિયાન ચાર નાળા તરફ આવતા વળાંકમા સામેથી પુરપાટે આવી રહેલા ટ્રક નંબર જીજે 07 વાયઝેડ 6630ના ચાલક સાથે અકસ્માત થયો હતો.
અકસ્માતમા અજયભાઇને ગંભીર ઇજા થતાં તેનુ ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતુ. અકસ્માત સર્જી ટ્રક ચાલક ભાગી ગયો હતો. મૃતક યુવકની લાશને પીએમ અર્થે રાજુલા દવાખાને ખસેડાઈ હતી. ઘટના અંગે સંજયભાઇ મનજીભાઇ ધરણીયાએ જાફરાબાદ પોલીસ મથકમા જાણ કરી હતી.