કેલિફોર્નિયામાં આગમાં 41 લોકોના મૃત્યુ, 228 જેટલા લોકો લાપતા
![]()
કેલિફોર્નિયામાં લાગેલી આગમાં 41 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે કે 228 જેટલા લોકો આગની ઘટનામાં લાપતા થયા છે. છે. ગુરૂવારે ગત રાત્રે જંગલોમાં લાગેલી આ આગમાં વધુ પ્રસરી છે. આગની ઘટના બાદ 27 હજારની વસતી ધરાવતા પેરેડાઈઝ ટાઉનમાં 10 સર્ચ એન્ડ રિકવરી ટિમ કામે લાગી છે. આ ઉપરાંત ઓથેરિટીએ મોબાઈલ ડીએનએ લેબ અને માનવશાસ્ત્રીઓની ટીમ પણ તૈયાર રાખેલ છે. જેથી આગમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ ઝડપથી થઈ શકે. નોર્થ કેલિફોર્નિયાના જંગલોની આગના કારણે વેસ્ટ લોસ એન્જલસ કાઉન્ટી અને સાઉથ વેન્ટૂરા કાઉન્ટી વિસ્તારો પણ પ્રભાવિત થયા છે. આગના કારણે એલએના 130 સ્ક્વેર માઈલનો વિસ્તાર બળી ગયેલ છે.