ડીસામાં મકાનમાં ભોંયરૂ બનાવીને છુપાવેલ દારૂનો જથ્થો પકડાયો;  6.17 લાખનો મુદ્દામાલ કબ્જે

ડીસા તાલુકા પોલીસની ટીમને બાતમીના આધારે ડીસાના સમૌ નાના ગામમાં દરોડો પાડી કરી એક મકાનમાં બનાવેલા ભોંયરામાંથી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ડીસા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડીસા તાલુકાના સમૌ નાના ગામમાં રહેતા ભરતસિંહ જાદવ અને ચીન્ટુસીંહ ઉર્ફે દિલીપસિંહ જાદવે પોતાના રહેણાંક મકાનમાં અને ગામના ગૌચરમાં વીદેશી દારૂનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જેથી પોલીસે દરોડો પાડતા આરોપીઓના રહેણાંક મકાનમાં બેડરૂમમાં બનાવેલ ગુપ્ત ભોયરામાંથી દારૂની નાની-મોટી 4169 બોટલ, અલગ અલગ ગાડીઓની નંબર પ્લેટ, આરસી બુક સહિત કુલ 6.17 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જ્યારે ફરાર બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.