સુરત: વરછા વિસ્તારમાં આવેલ વંન્ડર સ્કુલમા એકાએક ભાગે આગ લાગી જતાં શાળા બળીને ખાખ થઈ
સુરતના વરાછા વિસ્તારમાં આવેલવંન્ડર સ્કુલમાં એકાએક ભાગે આગ ભભૂકવાનો બનાવ બનવા પામ્યો હતો. જોતા જોતામાં કોઈ કાઇ સમજે તે પહેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગને લપેટમાં આખી શાળા આવતા આખી શાળા સળગીને ખાખ થઈ જવા પામી હતી. ઘટનાના પગલે સ્કુલની નજીકના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાની કરાતા જ ફાયર ટેન્ડર સાથે ધૂસી આવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો હાથમાં લીધા હતા. જો કે હાલ આ આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે. સદનસીબે આ આગજનનીની ઘટનામાં કોઈ જાણ હાનિ ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.