મુંદરામાં ઉત્તરપ્રદેશના જેસીબી ચાલકે જાહેરમાં જાત જલાવી જીવન ટૂંકાવ્યું

મુંદરામાં રાત્રે જાહેર માર્ગ પર ઉત્તરપ્રદેશનો જેસીબી ચાલક 32 વર્ષીય યુવાન ધર્મેન્દ્ર અશરૂતી ગુપ્તાએ પોતાની જાત જલાવી જીવન ટૂંકાવ્યું હતું. મુંદરાની ગીતા હોસ્પિટલ સામે ગઈકાલે રાત્રે નવેક વાગ્યાના સમયગાળામાં\ જેસીબીનો ચાલક 32 વર્ષીય ધર્મેન્દ્ર અશરૂતી ગુપ્તા (રહે. કોનકપીત્રા, પઢેરવા, જિ. કુશીનગર, ઉત્તરપ્રદેશ)એ કોઈ અગમ્ય કારણોસર પોતાની રીતે સળગતા આ અજાણ્યા ઈસમને સેવાભાવીઓએ મુંદરાની હોસ્પિટલમાં મૂકી આવ્યા હતા ત્યારપછી ત્યાંથી વધુ સારવાર માટે તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેના ઉપર કોઈ સારવાર અસર કરે તે પહેલા મધ્યરાત્રિના તેણે હોસ્પિટલમાં મોત થયું હતું. આ અજાણ્યા ઈસમનું લાયસન્સ મળી આવતા તેની ઓળખ  થઈ હતી અને તે જેસીબી ચલાવતો હોવાની વિગતો મળી હતી. ઉત્તરપ્રદેશના પરિજનોના પણ નંબર મળતાં પોલીસે આ ઘટના અંગે તેઓને જાણ કરવામાં આવતા ત્યાંથી રવાના થઈ ગયાનું પોલીસે જણાવ્યું હતું. હાલ મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.