મહેસાણાના આખજ ગામમાં પાર્ક કરેલી ગાડીમાંઅચાનક આગ ભભૂકતા, લોકોમાં દોડધામ

copy image
મહેસાણા જિલ્લાના આખજ ગામમાં વાડીમાં એક સત્કાર સમારોહમાં ગાડી સળગ્યાંની માઇકમાં જાહેરાત કરવામાં આવતા હાજર લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. જ્યાં વાડીની બહાર જોતા ગોજારીયાના લાલા પ્રજાપતિની અલ્ટો કાર અગમ્ય કારણોસર અચાનક સળગી હતી. કારમાં આગ લાગતાં સ્થાનિક વિસ્તારમાં અગ્નિશામકની કોઈ વ્યવસ્થા ન હોવાથી વાડીમાંથી પાણીની પાઇપ દ્વારા આગ બુઝવવાં પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
આગ ઉપર કાબુ ન મેળવાતા અંતે મહેસાણા ફાયર ફાઈટર બોલાવાયું હતું. ફાયર ફાઈટરની ટીમે ઘટનાસ્થળ ઉપર આવી કારમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આગના કારણે ગાડી બળીને ખાખ થઇ ગઈ હતી.