ભુજ નગરપાલિકા દ્વારા બનાવામાં આવેલી દુકાનો હજુ પણ શોભાના ગાઠીયા બરાબર.  

ભુજ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમય થી ભુજની વીડી હાઈસ્કૂલ સામે તેમજ ટાઉન હૉલ પાસે દુકાનો બનાવામાં આવી જેનો હજુ સુધી કોઈ ઉપયોગ કરવામાં આવ્યો નથી. જયારે પણ આ બાબતે સમાચારમાં આવે ત્યારે તંત્ર દ્વારા એમ જ કહેવામા આવે છે. હવે દુકાનો ઉપયોગ કરવામાં આવશે પરંતુ આજ દિન સુધી કોઈ પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. અગાઉ પણ એવી વાત કરવામાં આવી હતી કે આ દુકાનો નો ઉપયોગ બેન્કના એટીએમ તરીકે કરવામાં આવશે પરંતુ તેવું કયાય થી પણ નથી લાગી રહ્યું. હવે પ્રશ્ન એ છે કે શું આ દુકાનો આમજ ધૂળ ખાતી રહેશે કે પછી તેનો ઉપયોગ કરવામાં આવશે તે હજુ પણ પ્રશ્ન બની રહ્યો છે. તેવી લોક મુખે ચર્ચા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *