સુરતના સચિન જીઆઇડીસીના ખુલ્લા મેદાનમાં ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો

સુરતના સચિન જીઆઇડીસીના ખુલ્લા મેદાનમાં આજે વહેલી સવારે ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં એક યુવકની લાશ મળી આવી હતી. સ્થાનિક રાહદારીઓ પસાર થતાં ફાંસો ખાધેલી હાલતમાં આ યુવક ઝાડ પર લટકતો જોતાં પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી અને વધુ તપાસ હાથ ધરી હતી.

ઘટના સ્થળે આવી પહોચેલી પોલીસે લોકોની ભીડની વચ્ચે યુવકના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતાર્યો હતો.પોલીસે યુવકની લાશમાંથી તેની ઓળખ માટેના પુરાવાની તપાસ કરી પરંતુ પોલીસને મરનાર યુવક પાસેથી કોઈ જ ઓળખ ને લગતા પુરાવા મળ્યા ન હતા. હાલ પોલીસ યુવકની ઓળખ માટે તપાસ આદરી છે.

પોલીસે યુવકના મૃતદેને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. યુવકનો પીએમ રિપોર્ટ આવ્યા પછી જ તેના મરવા પાછળનું સાચું કારણ જાણી શકાશે. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.