મોરબી રાજકોટ રોડ પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો: એક પછી એક ચાર વાહનો અથડાતાં ટ્રાફિકજામની સમસ્યા

copy image

વિરપર ગામ નજીક  એક પાછળ એક ટ્રક અને કાર તથા અન્ય વાહનો ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં વાહન ચાલકોને નાની મોટી ઈજા થઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

મોરબી-રાજકોટ હાઇવે પર વિરપર પાસે ટ્રક ચાલકે અચાનક વળાંક લેવા જતાં તેની પાછળ આવતા આઇસર સાથે ટ્રકનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં આઇસરની સંપૂર્ણ કેબિનનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતને કારણે રસ્તા પર આવતા અન્ય વાહન ચાલકોને પણ અકસ્માત નડ્યો હતો.

રસ્તા વચ્ચે અકસ્માતને કારણે અન્ય એક ટ્રક, કાર અને ચાર વાહનો અથડાઇ ગયા હતા. જેથી  મોરબી-રાજકોટ હાઇવે પર વાહનોની કતાર લાગી હતી અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માત થયા બાદ લાંબા સમય સુધી પોલીસ ઘટના સ્થળે પહોચી ન હતી જેથી વાહનચાલકોને ટ્રાફિકજામનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ પરિસ્થિતિની ગંભીરતા સમજાતાં પોલીસે દોડવું પડ્યું હતું અને ટ્રાફિક ક્લિઅર કરાવવામાં આવ્યો હતો.