ભરૂચના સ્ટેશન રોડ ઉપર ટેમ્પો ફસાયો: 4 કલાક સુધી ટ્રાફિકજામ

copy image

ભરૂચ શહેરના મુખ્ય માર્ગ એવા સ્ટેશન રોડ ઉપર સવારના સમયે ટેમ્પો ફસાઈ જતાં ચાર કલાક સુધી ટ્રાફિકજામના સર્જાયો હતો.

સવારની વેળામાં ટેમ્પો ચાલક ભરૂચ શહેરના મુખ્ય માર્ગ સ્ટેશન રોડ ઉપર રોંગ સાઈડમાં જતો હતો તે દરમિયાન ભરચક માર્ગ ઉપર ટેમ્પો માર્ગ પર ફસાઈ જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. માર્ગ ઉપર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને જેસીબી બોલાવી ટેમ્પોને બહાર કાઢવામાં આવ્યો હતો.