ગાંધીનગરના ચંદ્રાલાથી બાઈકનાં ગુપ્ત ખાનામાં દારૂની બોટલો છુપાવીને હેરફેર કરનાર અમદાવાદના બુટલેગરને પોલીસે ઝડપ્યો

ગાંધીનગરના ચંદ્રાલા ગામ પાસેથી બાઈકની સીટમાં ગુપ્ત ખાનામા  વિદેશી દારૂની બોટલો છુપાવી હેરફેર કરનાર અમદાવાદના બુટલેગરને ચીલોડા પોલીસે પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડી દારૂની 42 નંગ બોટલો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

ચીલોડા પોલીસની ટીમ વાહન ચેકીંગ કરી રહી હતી એ દરમ્યાન બાતમી મળી હતી કે એક બાઈકમાં વિદેશી દારૂની હેરફેર થવાની છે. આ બાતમીના પોલીસ ટીમે ચંદ્રાલા ગામે નવા બનતા ઓવર બ્રીજ નીચે હિંમતનગર તરફથી આવતા હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમી મુજબની બાઈક આવતાં તેને ઈશારો કરીને તેને અટકાવી દેવામાં આવ્યું હતું. પોલીસે ચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ઉપેન્દ્રભાઇ ઉર્ફે કાલુ રાધાકીશન મુલચંદાણી(રહે.એમ 8, સુઘ્ધનનગર બંગલા એરીયા મહાલક્ષ્મી સોસાયટી સામે ભાર્ગવ રોડ કુબેરનગર) હોવાનું જણાવ્યું હતું.