નર્મદાના ગરૂડેશ્વરમા પેટ્રોલ પંપ નજીક કાર અને સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો: સાયકલ સવારનું મોત

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામના પેટ્રોલ પંપ નજીક પૂરઝડપે જતી એક ફોર વ્હીલ ગાડીએ સાયકલ પર જતા સવારને ઠોકર મારતાં ઘટનાસ્થળે જ સાયકલ સવારનું મોત નીપજયું હતું.

ધર્મેશભાઇ દિપકભાઇ ચૌધરીએ આપેલી ફરિયાદ અનુસાર તેમના પિતા સાયકલ લઇને જઈ રહ્યા હતા તે દરમિયાન અકતેશ્વર ઇન્ડીયન ઓઇલ પેટ્રોલ પંપ નજીક એક ફોર વ્હિલ ગાડીના ચાલકે પૂર ઝડપે ગાડી હંકારી ફરીયાદીના પિતાની સાયકલને પાછળથી ઠોકર મારી હતી. આથી પિતાને માથાના પાછળના ભાગમાં ગંભીર ઇજા થઈ હતી. જમણા હાથે કોણીથી નિચેના ભાગમાં ફ્રેક્ચર અને શરીરે નાની મોટી ઇજા પહોચતા સ્થળ પર જ મોત થયું હતું. કેવડીયા ટ્રાફિક પોલીસે ફોર વ્હીલના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.