રાપરના જાટાવાડા ગામે તળાવમાં કપડા ધોતી પરિણીતા ડૂબી જતાં દોડધામ

copy image

રાપરના જાટાવાડા ગામમાં તળાવમાં કપડા ધોતી પરિણીતાનો પગ લપસી જતાં ડૂબી જવાના બનાવથી દોડધામ મચી જવા પામી હતી. જાટાવાડાના આગેવાન અને રાપર તાલુકા ભાજપના ઉપપ્રમુખ લગધીરભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ગામમાં આવેલ ગામ તળાવ મધ્યે 22 વર્ષીય પાબીબેન વાઘાભાઈ રબારી સવાર ના આઠ વાગ્યાની વેળામાં કપડાં ધોવા ગયા હતાં જ્યાં તળાવના પગથિયાંમાં લીલ જામેલી હોવાથી કપડાં ધોતા સમયે પગ લપસી જતાં તળાવમાં ગરકાવ થઈ ગયા હતા.

આ બનાવની જાણ થતાં જ રાપર નગરપાલિકા ફાયર વિભાગ, ભચાઉ નગરપાલિકાની ટિમો ગાંધીધામની ટિમ સહિત અનેક તરવૈયાઓ દ્વારા બપોર થી તળાવ માં શોધખોળ અદરાઈ પણ તળાવ ઊંડું અને પાણી વધુ હોવાથી મોડી સાંજના આઠ વાગ્યાં સુધી કોઈ પતો મળ્યો હતો નહિ.

પરણીતા કપડાં ધોતા સમયે મોબાઈલ, રૂપિયા નું પાકીટ વગેરે વસ્તુઓ પાણીમાં ખરાબ ન થાય તે માટે અલગથી બહાર રાખ્યા હોવાથી પરિવારજનોને ખબર પડી હતી કે પરણીતા તળાવ માં ગરકાવ થઈ ગઈ છે.